કચ્છ જિલ્લો

                 


 તાલુકા : લખપત, અબડાસા ,ગાંધીધામ ,માંડવી , મુંદ્રા, ભચાઉ, અંજાર, રાપર, ભુજ, નખત્રાણા 



ગુજરાતનો એકમાત્ર અને સૌથી લાંબી આંત૨૨ાષ્ટ્રીય સ૨હદ ધરાવતો જિલ્લો છે. 

પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લાની જળ અને સ્થળ એમ બંને સરહદ જોડાયેલી છે.

 કચ્છ જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો તથા સૌથી વધુ મેન્ગ્રુવ જંગલો ધરાવતો જિલ્લો છે.

-કચ્છના અખાત અને અરબી સમુદ્રને દ્વારકાની ભૂશિર અલગ કરે.

- કચ્છ જિલ્લો ભૂકંપના પાંચમા (V) ઝોનમાં આવે છે.જે સૌથી ભયજનક ઝોન ગણાય છે.

કચ્છી ભરતકામને વર્ષ 2008-09માં GI ટેગ આપવામાં આવ્યો.

કચ્છના બન્ની પ્રદેશમાં ઘરની દીવાલો પર જોવા મળતું આરસીકામ પ્રખ્યાત છે.

થરપાકર ગાયો, બન્ની ભેંસ, કચ્છી બકરા, પાનવાડી ઘેટાં કચ્છની જાણીતી પશુઓની જાત છે.

ગુજરાતનો સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં પડે છે તથા શિયાળામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં જ નોંધાય છે.

કચ્છ ઘેટાં-બકરાની સૌથી વધુ પશુ સંપત્તિ ધરાવતો જિલ્લો છે.


નાનું રણ

કચ્છના પૂર્વમાં આવેલું આ રણ સફેદ મીઠાની રેતી માટે તથા વિશ્વનાં સૌથી મોટા મીઠાના રણ તરીકે જાણીતું છે. 

આ નાના રણમાં વિશ્વનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય આવેલું છે. 'મરૂભૂમિના મોતી' તરીકે ઓળખાતો વચ્છરાજ બેટ કચ્છના નાના રણમાં આવેલો છે. વચ્છરાજ બેટ કચ્છ જિલ્લાના નાના રણમાં અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા(પાટડી) તાલુકામાં આવેલો છે.

કચ્છના નાના રણમાં સમાતી બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓને કુંવારીકા(અંતસ્થઃ) નદીઓ કહેવાય છે. કચ્છના નાના રણને આગળ વધતા અટકાવવા માટે ગાંડા વાવવામાં આવ્યા છે. 


મોટું રણ


કચ્છના ઉત્તર-વાયવ્ય અને ઈશાન ભાગમાં આવેલું આ રણ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા ૫૨ સ્થિત છે. મોટા રણના ઉત્તર ભાગે આવેલ ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય ધામ સફેદ રણ કચ્છ જિલ્લાની આગવી ઓળખ છે. દર વર્ષે અહીં ડિસેમ્બર– જાન્યુઆરીમાં 'ધોરાડો' વિસ્તારમાં રણોત્સવ ઉજવાય છે. આ રણમાં પચ્છમ, ખદીર, બેલા જેવા ટાપુ પ્રદેશ આવેલા છે.

શિયાળામાં આ રણમાં પાણી સુકાતાં ક્ષારના પોપડા જામે છે ક્ષારથી છવાયેલા આ ભાગ ને ખારો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માટી અને રેતીની અત્યંત નાની રજથી મિશ્રિત થયેલો કાળો અને ખૂબ જ કડવો ક્ષાર ખારાસરી’ તરીકે ઓળખવામાં આવે છે તથા રણની ઊંચો ભાગ 'લાણાસરી' તરીકે ઓળખવામાં આવે છે.


અભ્યારણ્ય 

નારાયણ સરોવર - લખપત 

ઘુડખર અભયારણ્ય- રાપર 

સુરખાબ નગર - રાપર 

ધોરડો પક્ષી અભયરણ્ય - અબડાસા 


ખારેકના ઉત્પાદન ,ચૂનાનો પથ્થર અને લિગ્નનાઇટ ના ઉત્પાદનમાં કચ્છ ગુજરાતમાં પ્રથમ નંબરે છે.

કંડલા બંદર

મુક્ત વ્યાપાર ક્ષેત્ર (Free Trade Zone-FTZ) ધરાવતું ગુજરાતનું આ બંદર ગાંધીધામ તાલુકામાં સ્થિત છે. મહારાજ ખેંગારજીએ ઈ.સ.1930-31માં  જેટી બાંધી હતી. 

મુંદ્રા 

કચ્છ જિલ્લાના મુંદ્રા શહેરથી 10 કિ.મી. દૂર કચ્છના અખાત આગળ બોચા ખાડી ઉપર તથા ભૂખી અને કેવડી નદીના સંગમ સ્થાને જૂનું મુંદ્રા બંદર આવેલું છે. નવા મુંદ્રા બંદરનો વિકાસ 'ગુજરાત મેરીટાઈમ બોર્ડ' અને 'અદાણી પોર્ટ લિમિટેડ' દ્વારા સંયુક્ત રીતે થયો છે. નવીનાલ ટાપુઓથી ઘેરાયેલ આ બંદરને કુદરતી સંરક્ષણ પ્રાપ્ત થયું છે.

ગુજરાતનું સૌથી મોટું સંસ્કૃતિક વન રક્ષક વન કચ્છ માં આવેલું છે.

માંડવી 

રૂક્માવતી નદીના કિનારે આવેલું માંડવી બંદર સૌથી જૂનું બંદર છે.

માંડવીમાં આવેલું રામપર–વેકરા સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે. અહીં ગંગાજી તથા જમનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે. કારતક સુદ પૂનમના રોજ રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે.

ટી.બી. ના ઉપચાર માટેનું ટી.બી સેનેટોરિયમ માંડવી ખાતે આવેલું છે.

ગુજરાતનું સૌપ્રથમ વિન્ડફાર્મ અહીં સ્થપાયું હતું.


સ્થાપત્ય

આંયના  મહેલ - ભુજ 

વિજય વિલાસ પેલેસ - માંડવી 

શરદ બાગ પેલેસ - ભુજ 

પ્રાગ મહેલ - ભુજ 

રોહનો કિલ્લો - નખત્રાણા 

કથકોટ નો કિલ્લો - ભચાઉ તાલુકા ના વાગડમાં મેદાનમાં.


મેળાઓ : 


રવેચીનો મેળો - ભાદરવી સુદ સાતમ આઠમ 

હાજીપીરનો મેળાઓ - ચૈત્ર માસ ના પ્રથમ સોમવારે 

જખૌંનો મેળો - ભાદરવી સુદ પૂનમ 

ગંગાજીનો મેળો - કારતકી સુદ પૂનમ