ડાંગ જિલ્લો



 તાલુકા : 1.આહવા 2.સુબીર 3. વધઇ 

આહવા

👉ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. 

👉ઈમારતી લાકડાના વેપારનું જાણીનું કેન્દ્ર છે.

👉આહવામાં આદિવાસી આશ્રમ શાળા આવેલી છે. 

👉આહવામાં દર વર્ષે ડાંગ દરબાર ભરાય છે જે હોળી ધૂળેટી જેવા તહેવારે ભરાય છે અને ત્યારે ડાંગી નૃત્ય કરવામાં આવે છે.

👉આહવા તાલુકામાં પૂર્ણાં અભયારણ્ય છે જેને બરડીપાડા અભ્યારણ્ય નામે પણ ઓળખાવામાં આવે છે. 

👉આહવામાં 1994 માં આદિવાસી રેડિયો કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી.

💥વધઇ 

👉વઘઇને ડાંગનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે.

વઘઈમાં બોટિનકા ગાર્ડન (વનસ્પતિ ઉધાન) આવેલો છે જેની સ્થાપના 1966 માં થઈ હતી અને તે 24 હેકટર ફેલાયેલ છે. વધઈનો બોટનીકલ ગાર્ડન ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન છે.

👉વઘઈમાં લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ આવેલી છે. 

👉 વઘઈ નજીક અંબિકા નદી પર ગીરા ધોધ આવેલો છે (30 મીટર ઊંચાઈ)

👉 વધઈમાં હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન આવેલ છે.


સાપુતારા


👉 સાપુતારા સહ્યાદ્રી પવતમાળા (પશ્ચિમઘાટ) માં આવેલું છે અને ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે.

👉'સાપુતારા’ શબ્દનો અર્થ 'સાપનો નિવાસ થાય છે. સાપુતારામાં સર્પગંગા નદીના કિનારે હોળી ધૂળેટીમાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.

👉પૂર્ણિમા બેન  પકવાસાએ સાપુતારામાં ઋતંભરા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. 

👉 સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, કલા ઉદ્યાન, વાઘબારી, મધમાખી ઉછેર કેન્દ્ર,ત્રિફળાવન વગેરે આવેલા છે. 

👉 સાપુતારામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે, 

👉 સાપુતારામાં રોપવેની વ્યવસ્થા છે.


શબરીધામ

👉સુબીર તાલુકામાં આવેલા શબરીધામ સ્થળે રામ અને શખરીની મુલાકાત થઈ હોવાની માન્યતા છે.

👉શબરીધામ ખાતે પંપા સરોવર આવેલ છે. 

👉 શરદપૂર્ણિના દિવસે અહીં મેળો ભરાય છે.


સંગ્રહાલય : સાપુતારા સંગ્રહાલય 

કોલેજ : ઋતુંભરા વિદ્યાલય

પાક : રાગી 

અભ્યારણ્ય : પૂર્ણા અભ્યારણ્ય

નદીઓ : પૂર્ણા , અંબિકા ,સર્પગંધા 

મેળા : શબરી મેળો, ડાંગ દરબાર 

વન : ત્રિફળા વન